આપણો સમાજ કુરિવાજોમાં ગળાડૂબ છે. ચાલ્લો (સગાઈ) વિધિ. ઉંબર પૂજન, છોકરા – છોકરી રમાડવા, બાબરી મૂકવી, ઢોલ વગાડવા, શ્રીંમતનો પ્રસંગ જેવા પ્રસંગો એ વધારે માણસો બોલાવવા કે લઈ જવા, તેમને સારી ભેટ-સોગાદો આપવી. ખાવા-પીવાના ખોટા જલસા કરવા, જેવા કુરિવાજો સમાજની આથિક સ્થિતિ નબળી બનાવી રહ્યા છે. સાધન – સંપન્ન માણસોને આ બધું પોષાય પરતું સમાજના ૯૦ટકા લોકોને તો દેવાદાર બનાવી દે છે. દરેક સમાજ ગાડરીઆ પ્રવાહની જેમ જીવતો હોય છે. એટલે એક વ્યક્તિ આવા જલસા કરવાનો પ્રત્યન કરે જ તેથી સમાજ આથિક રીતે નબળો બને છે. તેથી સમાજના ભાઈ-બહેનોને વિનંતી કે આવા ખોટા ખચૉ બંધ કરે. સાધન – સંપન્ન ભાઈઓને નમ્ર વિનંતી કે ૯૦ટકા લોકોને બચાવવા ખાતર પણ આવા કુરિવાજોને તિલાંજલી આપીએ જેથી આપણો સમાજ આથિક રીતે પગભર થાય, સમાજના સાધન સંપન્ન માણસોએ એવો શિરસ્તો પાડવો જોઈએ કે જેથી સમાજના ૯૦ટકા લોકો દેવાદાર બનતા અટકે.
સમાજનું સંગઠન હોવું જોઈએ, નિતિ નિયમો હોવા જોઈએ, બંધારણ હોવું જોઈએ, સમાજનો વિકાસ થાય તેવી ભાવના હોવી જોઈએ, સમાજ વધુ, શિક્ષિત બને તેવા પ્રયત્ન થવા જોઈએ. સમાજ માટે ગૌરવ હોવું જોઈએ, સમાજને સહાય રૂપ થવાની ભાવના રાખવી જોઈએ, સાથે મળીને કુરિવાજો બંધ કરવાની ભાવના જાગૃત કરીએ તો જ સમાજ ઉન્ન્તિ કરી શકશે.