દક્ષિણ ગુજરાતનો આહિર સમાજ ભરૂચ જિલ્લાના દહેજ ગામથી વલસાડ જિલ્લાના દહાણું ગામ સુધી વિસ્તરેલો છે. આ સમાજ પહેલા દૂધિયા ભરવાડ (મોટાભાઈ ભરવાડ) તરીકે ઓળખાતો. ૧૯૪૭ પછી આહિર સમાજ તરીકે ઓળખાય છે.
આ સમાજ મૂળ ગોકુળના નંદબાબાના વંશજો હતા. ત્યાંથી તેઓ શ્રીકૃષ્ણ ભગવાન (યાદવ આહિર) સાથે મથુરા ગયા. અને ત્યાંથી તેઓ દ્રારકા ગયા. દ્રારકામાં ડૂબી જવાથી જે લોકો બચી ગયા તે સમાજ વેર-વિખેર થઈ ગયો.
આ સમાજનો મૂળ ધંધો પશુપાલન-ગાય,ભેંસ, ધેટાં, બકરાં ચરાવવાનો હતો. તેઓ મોટે ભાગે ગામડામાં પાંચ- દશ ધરોના જૂથોમાં રહેતા. તેમની આજીવિકાનું સાધન પશુપાલન જ હતું. તેથી તેઓ ગરીબ અને અભણ હતા. છતાં તેઓ ખૂબ પ્રામાણિકતાથી પોતાનું જીવન ગુજારતા હતા. સમય જતાં જેમ તેમની વસ્તી વધતી ગઈ તેમ તેઓએ પશુપાલન અથે રાજ્સ્થાન, ઉતર-મધ્ય-દક્ષિણ ગુજરાત, તથા મહારાષ્ટ્ર જેવા રાજયો તરફ પ્રયાણ કયુ.
શરૂઆતમાં થોડા કુંટુંબો ભરૂચ જિલ્લાના દહેજ બંદરે આવી સ્થિર થયા. વસ્તી વધવાથી દરિયાકાંઠે અને જંગલ વિસ્તારમાં વિસ્તરતા વિસ્તરતા ભરૂચ, સુરત, વલસાડ જિલ્લાના દહાણું સુધી પહોંચી સ્થાયી થયા. આમ દહેજથી દહાણું સુધીનો આ પશુપાલક સમાજ દક્ષિણ ગુજરાત આહિર સમાજ તરીકે ઓળખાયો.
ઈ.સ. ૧૯૬૦ સુધી આ સમાજ આથિક સામાજિક તેમ જ શૈક્ષણિક ક્ષેત્રે પછાત હતો. ત્યારથી પશુપાલનના દૂધના વેપાર પછી સમાજ સ્થિર અને સ્થાયી થયો. પશુપાલન સાથે ખેતીનો ધંધો પણ વિકસ્યો.અને તેમની આથિક સધ્ધરતા વધવાથી શૈક્ષણિક ક્ષેત્રે પણ આગળ વધ્યા. શિક્ષણના વ્યાયથી સમાજ વિવિધ ક્ષેત્રો જેવા કે નોકરી, ખેતી, ટ્રાન્સપોટૅ, વિદેશમાં સ્થાયી તથા અન્ય વેપાર ધંધામાં જોડવાથી આથિક સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી.