નીચેના હેતુઓ સરકારશ્રીના તથા કાયદાની પ્રવતૅમાન જોગવાઈઓ અનવયે મેળવવા પાત્ર પૂવૅ પરવાનગી મેળવીને હેતુઓ અનુસાર કામગીરી કરવામાં આવશે.
- સમાજના કલ્યાણની તમામ પ્રવૃતિ કરવી.
- બાળમંદિર, પ્રાથમિક સ્કુલ, માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક, કોલેજો વિગેરે શૈક્ષણિક સંસ્થા શરૂ કરવી અને નિભાવવી.
- . કોમ્યુટર, ટાઈપ, લધુલીપી સિવણ, એમ્બ્રોડરી , તથા અન્ય ટેકનિકલ વિષયોના રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવા તથા છાત્રાલયો (હોસ્ટેલો) લાયબ્રેરી, પ્રયોગશાળા વગેરે શરૂ કરવા અને નિભાવવા તથા મહિલા કેળવણી અને પ્રોઢ શિક્ષણની પ્રવૃતિઓ કરવી, તેજસ્વી વિધાથીઓને તમામ શૈક્ષણિક સહાય કરવી, ઈનામો આપવા, પુસ્તકો, યુનિફોમૅ, વગેરે આપવા, વિધાથીઓ, શિક્ષકો, શિક્ષેતર કમૅચારીઓ માટે કલ્યાણ પ્રવૅતિઓ કરવી.
- સામાન્યજનના આરોગ્ય માટે સમતુલિત આહાર, કસરત, યોગ વગેરેની માહિતી આપવી. રમત- ગમતની હરિફાઈઓનું આયોજન કરવું. જીવનના તમામ ક્ષેત્રે યુવાનોનો સવૉગી વિકાસ થાય તે માટે તમામ પ્રયાસો કરવા. સમાજના કચડાયેલા, નબળા અને લધુમતી કોમના લોકો માટે સમાજ કલ્યાણની પ્રવૃતિઓ કરવી.
- સમાજમાં ગીત- સંગીત, નૃત્ય નાટકો, કલા- સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં પ્રતિભાશાળી વ્યકતિઓની કદર કરવી અને તેમને યોગ્ય પ્લેટફૉમ પૂરુ પાડવું અને ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવી
- સમાજમાં મફત તથા રાહત દરે મેડીકલ ચેક-અપ કેમ્પ, બલ્ડ ડોનેશન કેમ્પ, હોસ્પિટલ, પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરવા અને નિભાવવા.
- દુકાળ, પૂર યા અન્ય કુદરતી યા માનવસજિત આપતિ વખતે લોકોને સહાય તથા તમામ મદદ કરવી.
- જ્ઞાનવધૅક સેમીનાર, પ્રવાસ-પયટૅન તથા સાંસ્કૃતિક કાયૅક્રમોનું આયોજન કરવું. સમાજના બેરોજગારોને રોજગારીની તક મળે તેવા કાયૅક્રમોનું આયોજન કરવું.
- સમાજના લોકો માટે ભોજનશાળાઓ અન્નક્ષેત્ર વગેરે શરૂ કરવા અને નિભાવવા તથા કોમ્યુનિટીહોલ, વાડી, સાંસ્કૃતિક ભવન વગેરેનું આયોજન કરવું. સમાજમાં ભાતૃભાવના અને સંગઠનના, કેળવવા માટે મેળાવડા, સ્નેહ સંમેલનો, સમૂહલગ્નો, નાટય સ્પધૉ, સમૂહ યજ્ઞોપવિત, સાંસ્કૃતિક કાયૅક્રમો વિગેરેનું આયોજન કરવું.
- ગૈશાળા, પશુપાલન વગેરે પ્રવૃતિઓ કરવી.
- સમાજના માનસિક અને શારીરિક સ્વાસ્થયની જાળવણી માટે તમામ પ્રયાસો કરવા અને સરકાર માન્ય રમતગમતોનું આયોજન કરવું તેનું પ્રશિક્ષણ આપવું. સ્પધૉઓ યોજવી. રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા તેમને પ્રોત્સાહન મળે તેવા તમામ કાયૉ કરવા.
- . સમાજમાં ચાલતા અંધવિશ્ર્વાસ, અંધશ્રધ્ધા, કુરિવાજો, વહેમ વગેરે દૂર કરવા પ્રયત્ન કરવા તથા સતીપ્રથા, બાળલગ્ન વગેરે દૂષણો દૂર કરવાનાં પ્રયત્ન કરવા.
satta king 786