ટ્ર્સ્ટનું સભ્યપદ નીચે મુજબ રહેશે.
મૂળ સુરત અને તાપી જિલ્લાના તેમજ તેની હદમા આવતા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારના વતની હોય અને આ વિસ્તારમાં વસવાટ કરતી આહિર સમાજની કોઈપણ પુખ્તવયની વ્યક્તિ સ્ત્રી યા પુરુષ આજીવન સભ્ય ફ્રી તેમજ વાષિક સભ્ય ફ્રી ભરીને આ સંસ્થાના સભ્ય થઈ શકશે. સભ્ય થનારે કોઈપણ સભ્ય જો સતત ત્રણ મિટીગમાં ગેરહાજર રહે તો તેઓ આપોઆપ ફારેગ થવાને પાત્ર રહેશે અને એમની જગ્યાએ બીજા સભ્યની નિમણૂક થશે.
આ ટ્ર્સ્ટના નોધાયેલા તમામ સભ્યોની વાષિક સાધારણ સભા વષૅમાં એકવાર અચૂક મળશે. આવી સભાની જાણ જે તે વખતના મંત્રીશ્રીએ સભાના ૭ દિવસ પહેલા સાદી ટપાલ ,પત્ર, સરકયુલર યા દૈનિક પત્રમાં જાહેરખબર દ્વારા કરવાની રહેશે.
વાષિક સામાન્ય સભાનું કોરમ કુલ સભ્ય સંખ્યાની ૨/૩ હાજરીથી ગણાશે અને કોરમના આધારે મુલત્વી રહેલી સભા ફરી તે જ સ્થળે, તે જ દિને અડધા કલાક પછી મળશે જેને કોરમનો બાધ નડશે નહી.
ટ્રસ્ટીમંડળ સમાજના આંતરિક રીત રિવાજો મુજબ ટ્રસ્ટના યોગ્ય વહીવટ માટે પેટાનિયમો સાધારણ સભામાં બહુમતીથી ઠરાવ પસાર કરીને ધડી શકશે. ટ્રસ્ટના હેતુઓની પૂતિ માટે અથવા ટ્રસ્ટીમંડળે નકકી કરેલ ટ્રસ્ટના હેતુઓ કે કોઈ ચોક્કસ કાયૉ માટે પેટા સમિતિની ચોક્ક્સ સમયગાળો પૂરો થઈ જાય તો આવી પેટા સમિતિ આપોઆપ વીખેરાઈ જશે ટ્રસ્ટી મંડળને યોગ્ય લાગે તો આવી સમિતિની સમયગાળામાં વધારો ધટાડો કરી શકશે અને આવી સમિતિઓ ટ્રસ્ટીમંડળને જવાબદાર રહેશે.
ટ્રસ્ટીઓ કોઈપણ ચોક્ક્સ કાયૉ માટે યા ચોક્કસ વસ્તુ-મકાન-ભવનનાં નિમૉણ માટે યા ખરીદી માટે યા કોઈ ચોક્કસ પ્રોજેકટ માટે કોરપસ ફંડ (અનામત ફંડ) રીઝીવૅ ફંડ એકત્ર કરી શકશે.