"વ્યક્તિ વિના સમાજ નથી. સમાજ વિના વ્યકિત નથી."
દક્ષિણ ગુજરાતનો આહિર સમાજ ભરૂચ જિલ્લાના દહેજ ગામથી વલસાડ જિલ્લાના દહાણું ગામ સુધી વિસ્તરેલો છે. આ સમાજ પહેલા દૂધિયા ભરવાડ (મોટાભાઈ ભરવાડ) તરીકે ઓળખાતો. ૧૯૪૭ પછી આહિર સમાજ તરીકે ઓળખાય છે. આ સમાજ મૂળ ગોકુળના નંદબાબાના વંશજો હતા. ત્યાંથી તેઓ શ્રીકૃષ્ણ ભગવાન (યાદવ આહિર) સાથે મથુરા ગયા. અને ત્યાંથી તેઓ દ્રારકા ગયા. દ્રારકામાં ડૂબી જવાથી જે લોકો બચી ગયા તે સમાજ વેર-વિખેર થઈ ગયો.
સમાજનો મૂળ ધંધો પશુપાલન-ગાય,ભેંસ, ધેટાં, બકરાં ચરાવવાનો હતો. તેઓ મોટે ભાગે ગામડામાં પાંચ- દશ ધરોના જૂથોમાં રહેતા. તેમની આજીવિકાનું સાધન પશુપાલન જ હતું. તેથી તેઓ ગરીબ અને અભણ હતા. છતાં તેઓ ખૂબ પ્રામાણિકતાથી પોતાનું જીવન ગુજારતા હતા. સમય જતાં જેમ તેમની વસ્તી વધતી ગઈ તેમ તેઓએ પશુપાલન અથે રાજ્સ્થાન, ઉતર-મધ્ય-દક્ષિણ ગુજરાત, તથા મહારાષ્ટ્ર જેવા રાજયો તરફ પ્રયાણ કયુ.ં આવ્યો હતો.